Wednesday, August 12, 2015

એક આવ્યું એવું અજવાળું

એક આવ્યું એવું અજવાળું જી
એણે કેમ કરી સંભાળું જી.

તરતું સરતું, ઝરતું નીકળ્યું, ભાવમાં એ ભટકાણું જી
ક્યાંથી સરક્યું જ્યોતિ મલક્યું ઘટમાં ક્યાંક ભરાણું જી

પંચામૃતની મટકી ઘુંટી મટકીમાં બંધાણું જી
જાશે પાછું જ્યાંથી આવ્યું, ભેદ ન એનો જાણું જી.

અજવાળું એ આપ અનોખું, નોખું શે પરમાણું જી
અજવાળે અજવાળું ભળતા ઉકલે એ ઉખિયાણું જી.

એક આવ્યું એવું અજવાળું જી
એણે કેમ કરી સંભાળું જી.

ચંદ્રવદન સી. મહેતા.